Site icon Shri Nutan Saurashtra

Abhay Deol ને હોલીવૂડની રોમેન્ટિક ફિલ્મ મળી

ફિલ્મનું ટાઈટલ ડોન્ટ યુ બી માય નૈબર  

એલ્વિસ ફિલ્મની અભિનેત્રી નતાશા બેસ્સેટ અભયની હિરોઈન બનશે

Mumbai,તા.16

અભય દેઓલને હોલીવૂડની એક રોમાન્ટિક ફિલ્મ ‘ડોન્ટ યુ બી માય નૈબર’ મળી છે. આ ફિલ્મમાં ઓસ્ટ્રેલિયન અભિનેત્રી નતાશા બેસ્સેટ તેની હિરોઈન બનશે.

નતાશા ‘એલ્વિસ’ ફિલ્મમાં હિરોઈનના રોલમાં જાણીતી બની હતી.  ફિલ્મમાં અભય જય અને નતાશા  એમીલીના રોલમાં જોવા મળશે.  ફિલ્મમાં ૮૦ અને ૯૦ના દાયકાના યુવાનોની લવ લાઈફ દર્શાવાશે. ફિલ્મનું દિગ્દર્શન હેરી ગ્રેવાલ કરશે.

અભય દેઓલે જાતે સોશિયલ મીડિયા પર આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. તે પછી અનેક બોલીવૂડ કલાકારોએ તેને અભિનંદન પાઠવ્યાં હતાં.

અભય દેઓલ છેલ્લે વેબ સીરિઝ ‘ ટ્રાયલ બાય ફાયર’માં જોવા મળ્યો હતો.

Exit mobile version