Site icon Shri Nutan Saurashtra

Aadhar Jain એક્સ ગર્લફ્રેન્ડ તારા સુતરિયાની ફ્રેન્ડ સાથે જ સગાઈ કરી

પ્રપોઝની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી

આલેખાને ફર્સ્ટ ક્રશ ગણાવતાં નેટ યૂઝર્સ ભડક્યા, તો આટલાં વર્ષો સુધી તારાને છેતરી જ એ  નક્કી થયું

Mumbai,તા,03

રણબીર-કરીનાના કઝીન આદર જૈને એક્સ ગર્લફ્રેન્ડ તારા સુતરિયાની જ બેસ્ટ ફ્રેન્ડ આલેખા અડવાણી સાથે સગાઈ કરી લીધી છે. આદરે આ અંગેની સોશિયલ મીડિયા પોસ્ટમાં આલેખાને પોતાનો ફર્સ્ટ ક્રશ ગણાવતાં નેટ યૂઝર્સ ભડક્યા હતા અને તો આટલાં વર્ષો સુધી તારા સાથે ડેટિંગ વખતે  પણ તેના મનમાં તો આલેખા જ હતી અને તેણે તારાને છેતરી જ છે તેમ કહી તેની ઝાટકણી કાઢી હતી.

આદરે એક બીચ પર ફૂલોનું હાર્ટ શેપમાં ડેકોરેશન કરી આલેખાને પ્રપોઝ કર્યું હોવાની તસવીર પોસ્ટ કરી હતી. તેમાં આલેખાને પોતાનો ફર્સ્ટ ક્રશ ગણાવી હતી.

આદરની આ પોસ્ટ પર કરીના , રિદ્ધિમા સહિતની બોલીવૂડ સેલિબ્રિટીઓએ ખુશી વ્યક્ત કરી તેને શુભેચ્છા પાઠવી છે.

જોકે, નેટ યૂઝર્સ આદરથી નારાજ થયા છે. આદર અને તારા સુતરિયા વર્ષો સુધી ડેટિંગ કરતાં હતાં અને બંને લગ્ન કરી લેશે તે લગભગ નક્કી મનાતું હતું. થોડા સમય પહેલાં તેમનું બ્રેક અપ થઈ ગયું હતું. તારા સિંહ હાલ અભિનેતા અરુણોદય સિંહને ડેટ કરી  રહી હોવાનુ ંચર્ચાય છે.

Exit mobile version