Site icon Shri Nutan Saurashtra

Delhi માં ફરી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

મોડી રાત્રે ઈ-મેલ આવ્યો : તાત્કાલિક પોલીસને જાણ કરાઈ

New Delhi, તા.02
દિલ્હીની સ્કૂલમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ પહેલા પણ મેં મહિનામાં દિલ્હીની 150 સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. આવી જ એક ધમકી દિલ્હીની સ્કૂલને ફરીથી મળી હતી.આ ધમકી બદમાશોએ મોડી રાત્રે ઈ-મેલ દ્વારા આપી હતી.કૈલાસના પૂર્વની સમર ફીલ્ડ સ્કૂલમાં બોમ્બ હોવાની ધમકી મળી છે.

આ ધમકી શાળાને ઈમેલ દ્વારા મોકલવામાં આવી હતી.  આ પછી તરત જ પોલીસને જાણ કરવામાં આવી.માહિતી બાદ એમ્બ્યુલન્સ અને બોમ્બ ડિફ્યુઝ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સાવચેતીના ભાગરૂપે પોલીસે સ્કૂલને ખાલી કરાવી હતી.

પોલીસ તપાસમાં શાળાની અંદર કંઈ મળ્યું ન હતું.  સમર ફિલ્ડ્સ સ્કૂલના પ્રિન્સિપાલ શાલિની અગ્રવાલે જણાવ્યું કે અમને મોડી રાત્રે એક ઈમેલ મળ્યો, જે આજે સવારે ચેક કરવામાં આવ્યો.

એસઓપી મુજબ, અમે ઈમેલ મળ્યાની 10 મિનિટની અંદર વિદ્યાર્થીઓને બહાર કાઢ્યાં હતા.અને પોલીસ અને જિલ્લા પ્રશાસનને જાણ કરી હતી.શાળાના પ્રિન્સિપાલ કહયું કે અમે પોલીસના આભારી છીએ કે તેઓએ અમને ખૂબ સપોર્ટ કર્યો અને તેઓ તરત જ આવ્યા હતા.

Exit mobile version