US in 2024 માં 452 કંપનીઓએ નાદારી નોંધાવી, 14વર્ષમાં સૌથી વધુ

Mumbai,તા,13

અમેરિકન અર્થતંત્ર માટે ૨૦૨૪નું વર્ષ પડકારજનક સાબિત થઈ રહ્યું છે. વર્તમાન વર્ષના પ્રથમ આઠ મહિનામાં જ ૪૫૨ મોટી કંપનીઓ નાદાર થઈ ગઈ છે. ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા ૧૪ વર્ષમાં બીજા નંબરનો સૌથી મોટો આંકડો છે. રોગચાળા દરમિયાન ૨૦૨૦માં લોકડાઉનને કારણે ૪૬૬ કંપનીઓએ ઓગસ્ટ સુધીમાં નાદારી નોંધાવી હતી. આ વર્ષે ઓગસ્ટમાં ૬૩ અને જુલાઈમાં ૪૯ કંપનીઓએ નાદારી જાહેર કરી છે, જે છેલ્લા ચાર વર્ષમાં ઉદ્યોગજગત માટેનો ચોથો સૌથી ખરાબ મહિનો છે.

સેક્ટર પ્રમાણે જોઈએ તો કન્ઝયુમર ડિસ્ક્રિશનરી સેક્ટરની ૬૯ કંપનીઓ નાદાર થઈ ગઈ છે જ્યારે ઈન્ડસ્ટ્રી સેક્ટરની ૫૩ કંપનીઓએ નાદારી જાહેર કરી અને હેલ્થકેર સેક્ટરની ૪૫ કંપનીઓ નાદાર થઈ ગઈ છે.

કોરોના મહામારી બાદ આ પ્રથમ વખત છે જ્યારે યુએસ અર્થતંત્રમાં મંદીનું આ સ્તર જોવા મળી રહ્યું છે. કંપનીઓની નાદારીની સાથે સાથે બેરોજગારી અને ઉપભોક્તા ખર્ચમાં ઘટાડાની સ્થિતિ પણ ચિંતાજનક છે. નિષ્ણાતો માને છે કે આગામી મહિનાઓમાં વધુ કંપનીઓ નાદાર થવાની આશંકા છે.

છેલ્લા ૧૫ વર્ષમાં નાદાર કંપનીઓની સંખ્યા

 ૨૦૧૦

 

 ૮૨૭ કંપનીઓ

 ૨૦૧૧

 

 ૬૩૪ કંપનીઓ

 ૨૦૧૨

 

 ૫૮૬ કંપનીઓ

 ૨૦૧૩

 

 ૫૫૮ કંપનીઓ

 ૨૦૧૪

 

 ૪૭૧ કંપનીઓ

 ૨૦૧૫

 

 ૫૨૪ કંપનીઓ

 ૨૦૧૬

 

 ૫૭૬ કંપનીઓ

 ૨૦૧૭

 

 ૫૨૦ કંપનીઓ

 ૨૦૧૮

 

 ૫૧૮ કંપનીઓ

 ૨૦૧૯

 

 ૫૮૯ કંપનીઓ

 ૨૦૨૦

 

 ૬૩૮ કંપનીઓ

 ૨૦૨૧

 

 ૪૦૬ કંપનીઓ

 ૨૦૨૨

 

 ૩૭૨ કંપનીઓ

 ૨૦૨૩

 

 ૬૩૪ કંપનીઓ

Leave a Comment