ગૂગલ પર European Anti-Trust લાદેલો રૂ. 22,600 કરોડનો દંડ યથાવત્

ગૂગલને યુરોપમાં સ્પર્ધાત્મક પંચે મોટો ફટકો માર્યો

યુરોપીયન નિયામક સમક્ષ ગૂગલની હજી પણ ૪.૧૨ અબજ અને ૧.૪૯ અબજ યુરોના દંડની અપીલ પડતર

London,તા,11

ગૂગલ એન્ટિ ટ્રસ્ટ શોપિંગ કેસમાં યુરોપીયન યુનિયને ફટકારેલો ૨.૪ અબજ યુરો (અંદાજે રૂ. ૨૨,૬૦૦ કરોડ)ના દંડ સામેની અપીલ યુરોપીયન કોર્ટમાં હારી ગઈ છે. ગૂગલની પોતાની જ  શોપિંગ ભલામણ તેને સર્ચ રિઝલ્ટ્સમાં તેના હરીફ પર ગેરકાયદેસર ફાયદો અપાવતી હોવાનું પુરવાર થયું છે. આ સાથે ગૂગલ સામેના એન્ટિ ટ્રસ્ટ કેસનો અંત આવ્યો છે.અપીલ હારવાના લીધે તેણ દંડ ભરવાનો આવી શકે છે.

કોર્ટે જણાવ્યું હતું કે આ ચુકાદાની સાથે કોર્ટે ગૂગલની અપીલ ફગાવી દીધી છે અને જનરલ કોર્ટે આપેલો ચુકાદો જાળવી રાખ્યો છે. કમિશનના ૨૦૧૭ના નિર્ણયમાં સિલિકોન વેલી જાયન્ટ પર વિઝિટરોને અયોગ્ય રીતે ગૂગલ શોપિંગ સર્વિસ તરફ લઈ જવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેના લીધે તે હરીફો પર ગેરકાયદેસર રીતે સરસાઈ મેળવતી હતી.

યુરોપીયન યુનિયને ટેક ઉદ્યોગ પર ત્રાટકવાનું શરુ કર્યા પછી છેલ્લા દાયકામાં ગૂગલને ત્રણ વખત ફટકારેલા દંડમાં સૌથી મોટો દંડ ફટકાર્યો છે. ગૂગલે તેના ટૂંકા નિવેદનમાં જણાવ્યું હતું કે અમે કોર્ટના નિર્ણયથી નિરાશ થયા છે, જે હકીકતોના નિર્દિષ્ટ સેટના આધારે લેવાયો છે.

કંપનીએ જણાવ્યું હતું કે તેણે ૨૦૧૭થી  પંચના ચુકાદા મુજબ હરીફોને સમાન તક મળે તે પ્રકારના ફેરફાર કર્યા છે. તેણે શોપિંગ સર્ચ લિસ્ટિંગ્સની હરાજી યોજવાનું શરુ કર્યુ છે અને તેન લીધે ગૂગલની સાથે અન્ય શોપિંગ સર્વિસિસ માટે પણ બિડ કરી શકાય છે. ગૂગલે જણાવ્યું હતું કે સાત કરતાં પણ વધારે વર્ષથી અમારો આ અભિગમ સફળ રહ્યો છે અને ૮૦૦થી પણ વધુ તુલનાત્મક શોપિંગ સર્વિસિસ પર અમે અબજો ક્લિક જનરેટ કરી છે. આ જ સમયે કંપનીએ કોર્ટમાં અપીલ કરી હતી. પરંતુ ઇયુની જનરલ કોર્ટે ૨૦૨૧માં કંપનીની અરજી નકારી કાઢી હતી અને કોર્ટ ઓફ જસ્ટિસના એડવાઇઝરે પછી તેની અપીલ પણ નકારી કાઢવાની ભલામણ કરી હતી. યુરોપીયન કન્ઝ્યુમર ગુ્રપ બીઈયુસીએ કોર્ટના નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે ડિજિટલ માર્કેટ્સમાં બ્લોકનો સ્પર્ધાત્મક કાયદો શા માટે પ્રસ્તુત છે તે આ ચુકાદો દર્શાવે છે.  તેઓએ જણાવ્યું હતું કે ગૂગલે કરોડો યુરોપીયન ગ્રાહકોને નુકસાન પહોંચાડયુ છે. તેણે હરીફોની શોપિંગ સર્વિસિસને રીતસર અદ્રશ્ય કરી દીધી છે, એમ ડિરેક્ટર જનરલ ઓગસ્ટિને જણાવ્યું હતું. ગૂગલની ગેરકાયદેસરની રીતરસમનો લીધે ગ્રાહકોને પ્રમાણમાં સસ્તી પ્રોડક્ટ્સનું એક્સેસ મળતું અને હરીફ શોપિંગ સર્વિસિસની ઉપયોગી પ્રોડક્ટ માહિતી મળતી બંધ થઈ ગઈ હતી. તેમા કપડાથી લઈ વોશિંગ મશીનનો સમાવેશ થાય છે. ગૂગલની હજી પણ બે અપીલ બે ઇયુ એન્ટિ ટ્રસ્ટ પેનલ્ટી સમક્ષ પડતર છે. તેમા એન્દ્રોઇડ મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ અને એડસેન્સ એડવર્ટાઇઝિંગ પ્લેટફોર્મ છે. તેમા ઇયુની જનરલ કોર્ટે ૨૦૨૨માં કમિશને ફટકારેલો ૪.૧૨૫ અબજ યુરોનો દંડ જાળવી રાખ્યો છે. આ ુપરાંત એડસેન્સ કેસમાં તેને ૧.૪૯ અબજ યુરોનો દંડ ફટકારાયો તેના અંગે હજી સુધી નિર્ણય થયો નથી.

Leave a Comment