વાહન અને શરાબ મળી રૂપિયા 10.94 લાખનો મુદ્દામાલ કબજે,દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત પાંચ શખ્સોના નામ ખુલ્યા
Patdi,તા.૯
સુરેન્દ્રનગર અમદાવાદ માલવણ ચોકડી નજીક સ્ટેટ મોનિટરિંગ સેલે વધુ એક વખત દરોડો પાડી પાટડી નજીક કારમાંથી રૂા.2.83 લાખની કિંમતની 939 વિદેશી દારૂ સાથે રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરી પુછપરછમાં દારૂ મોકલનાર અને મંગાવનાર સહિત પાંચના નામ ખોલ્યા છે. આ દરોડામાં દારૂ સહિત રૂા.10.94 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે.
મળતી વિગતો મુજબ, સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સમાન ઝાલાવાડ માં મોટા પાયે વિદેશી દારૂ ઘુસાડવાની બુટલેગરો દ્વારા પહેરવી કરી રહ્યાની સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી કે.ટી.કામરીયાની સુચનાથી પીએસઆઈ જે.ડી.બારોટ અને તેમની ટીમે સુરેન્દ્રનગર પાટડી જૈનાબાદ પાસે આવેલ રોડ ઉપર વોચ ગોઠવી હતી તે તયારે નંબર પ્લેટ વગરની ક્રેટા કાર પસાર થતાં તેને અટકાવી તલાસી લેતા તેમાંથી 939 બોટલ દારૂ મળી આવ્યો હતો. આ દારૂનો જથ્થો લાવનાર રાજસ્થાનના સાંચોરના ગીરધર ઢોરામાં રહેતા અશોકકુમાર નાનારામ બિશ્ર્નોઈ અને સાંચોરના વર્ણવા ગામના હનુમાનરામ ઉદારામ બિશ્ર્નોઈની ધરપકડ કરી રૂા.2.83 લાખનો દારૂ અને 8 લાખની કાર અને રોકડ સહિત રૂા.10.94 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પુછપરછમાં આ દારૂનો જથ્થો સાંચોરના પાછલા ગામના મનોહરકુમાર ઉર્ફે મનુએ દારૂ ભરી આપ્યો હતો. જ્યારે દારૂની લાઈન ચલાવનાર મુખ્ય આરોપી સાંચોરના પીરારામ પરાક્રમરામ રબારીનું નામ ખુલ્યું હતું. તેમજ હુન્ડાઈ ક્રેટાનો માલિક તેમજ સુરેન્દ્રનગર માલવણ ગામ પાસે દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર અને રાજસ્થાનથી દારૂ સપ્લાયર કરનાર કારના માલિકનું નામ ખુલ્યું છે. આ દરોડામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે વિદેશી દારૂના મૂળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ આદર્યો છે