આને કે’વાયAll Rounder! ક્રિકેટ અને ટેનિસ બંનેમાં રમ્યો, હવે પુત્ર નેશનલ ટીમમાં

Kenyan,તા.31

 વર્ષ 2011 પછીથી કેન્યાની ટીમ વનડે વર્લ્ડકપમાં જગ્યા બનાવી શકી નથી. છેલ્લા ઘણાં સમયથી ટીમ ખરાબ દેખાવ કરી રહી છે. પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે કેન્યાની ટીમે પણ વર્લ્ડકપની સેમિ ફાઈનલમાં જગ્યા બનાવી હતી. ક્યારેય ટેસ્ટ મેચ ન રમનાર કેન્યાની ટીમે 2003ના વર્લ્ડકપમાં છેલ્લા ચારમાં પહોંચીને બધાને ચોંકાવી દીધા હતા. દક્ષિણ આફ્રિકા ઉપરાંત ઝિમ્બાબ્વે અને કેન્યા આ વર્લ્ડકપના સહ યજમાન હતા.

આ વર્લ્ડકપમાં કેન્યા સેમિ ફાઇનલ મેચમાં ભારત સામે હારી ગયું હતો. કેન્યાની ટીમમાં સ્ટીવ ટિકોલો, મોરિસ ઓડુમ્બે, માર્ટિન સૂઝી, કોલિન્સ ઓબુયા અને આસિફ કરીમ જેવા સ્ટાર ખેલાડીઓ સામેલ હતા. જેમણે ટીમના હિતને સર્વોચ્ચ રાખીને 1999ના વર્લ્ડકપ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાના નિર્ણયને વર્ષ 2003 સુધી મુલતવી રાખ્યો હતો.

આ વર્લ્ડકપમાં ડાબોડી સ્પિનર​આસિફ કરીમે ઓસ્ટ્રેલિયા જેવી દિગ્ગજ ટીમ સામે 8.2 ઓવરમાં માત્ર 7 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. કેન્યાની ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ કરી ચૂકેલા આસિફ કરીમ ક્રિકેટ ઉપરાંત ટેનિસના પણ સારા ખેલાડી રહી ચૂક્યા છે. આસિફ 1988ના ડેવિસ કપમાં કેન્યાની ટીમનો ભાગ હતો. અને ઇજિપ્ત સામે બે સિંગલ્સ અને એક ડબલ્સ મેચમાં રમ્યો હતો. ડબલ્સ મેચમાં કરીમ અને કુશ ભારદ્વાજની જોડીએ ચાર સેટ બાદ જ હાર સ્વીકારી લીધી હતી.આસિફ કરીમે 34 વનડે મેચની કારકિર્દીમાં 27 વિકેટ (શ્રેષ્ઠ 5/33, બાંગ્લાદેશ સામે) લીધી હતી. અને 228 રન બનાવ્યા હતા. જેમાં એક અડધી સદી પણ સામેલ છે. આસિફ ત્રણ વર્લ્ડકપમાં કેન્યાની ટીમનો ભાગ હતો. વર્ષ 1996 વર્લ્ડકપમાં તેણે 6 મેચમાં 4 વિકેટ, 1999 વર્લ્ડ કપમાં 5 મેચમાં 1 અને 2003 વર્લ્ડકપમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

આસિફ કરીમનો પુત્ર ઈરફાન કરીમ પણ ક્રિકેટમાં કેન્યાનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. આસિફ એક બોલર હતો, જ્યારે ઈરફાન બેટર તરીકે રમે છે. 31 વર્ષીય વિકેટકીપર અને બેટર ઈરફાને અત્યાર સુધી 9 વનડેમાં બે સદીની મદદથી 396 રન (સરેરાશ 44.00) બનાવ્યા છે. 112 રન તેનો સર્વોચ્ચ સ્કોર રહ્યો છે. T20Iમાં તેણે 8 અડધી સદીની મદદથી 1227 રન (સરેરાશ 35.05) બનાવ્યા છે, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 71 છે.

Leave a Comment