Bluetongue Virus: બ્લૂટંગ વાયરસ શું છે, એક નાનકડો કીડો બની જાય છે દર્દનાક મોતનું કારણ

Europe,તા.20 

કોરોના વાયરસ જ્યારે ફેલાયો તો સમગ્ર વિશ્વ તેની સામે લાચાર થઇ ગયું હતું. ત્યાર બાદથી લોકો કોઇ પણ પ્રકારના વાયરસથી ડરતાં થઇ ગયા છે. બલ્યુટંગ વાયરસ પણ એવો જ એક વાયરસ છે જેનાથી લોકો ભયભીત થયાં છે. હાલ જર્મની સહિત સમગ્ર યુરોપમાં આ વાયરસના નવા વેરિયેન્ટ ઝડપથી ફેલાઇ રહ્યો છે. ડોક્ટરો ના મતે, જો કોઇ જીવ આ વાયરસની ચપેટમાં આવી જાય તો તેની સારવાર કરવી ખૂબ જ મુશ્કેલ છે.

નાના જંતુ દ્વારા ફેલાય છે

આ ખતરનાક વાયરસ મિઝ નામના નાના જંતુ દ્વારા ફેલાય છે. સામાન્ય રૂપે આ જંતુ પાણી અથવા કિચડમાં જોવા મળે છે. પરંતુ હવે આ જંતુ સમગ્ર યુરોપમાં ફેલાઈ રહ્યો છે. ખાસ કરીને યુરોપના ગ્રામીણ વિસ્તારો ઝડપથી આ ખતરનાક વાયરસનો શિકાર બની રહ્યા છે.

શું આ વાયરસ મનુષ્યોને પણ અસર કરે છે?

બલ્યુટંગ વાયરસના અત્યાર સુધીના તમામ કેસ માત્ર ઘેટા, બકરા, હરણ અને ગાય જેવા પ્રાણીઓમાં જ જોવા મળ્યા છે. આ વાયરસ માણસોને અસર કરતો નથી. પરંતુ જે ખેડૂતો પાસે ઘણાં પાળતુ પ્રાણી છે તેઓને આ વાયરસથી સાવચેત રહેવાની જરૂર છે. ડૉક્ટરો સલાહ આપે છે કે જો તમારા કોઈપણ જાનવરમાં આ વાયરસના ચિહ્નો દેખાય તો તેને અવગણશો નહીં અને તરત જ ડૉક્ટર પાસે તેની તપાસ કરાવો.

બલ્યુટંગ વાયરસના લક્ષણો શું છે?

જો તમારા કોઈપણ પાળતુ પ્રાણીને બ્લુટોનગ વાયરસનો ચેપ લાગ્યો છે, તો તેના શરીરમાં કેટલાક લક્ષણો જોવા મળશે. આ લક્ષણો જોઈને તમે સમજી શકશો કે તમારું પાળતુ પ્રાણી બ્લ્યુટંગ વાયરસનો શિકાર બની ગયું છે. પ્રથમ લક્ષણો તાવ અને સુસ્તી છે. આ સિવાય જો તમારું પ્રાણી દૂધ આપે છે તો તેના દૂધ આપવામાં અચાનક ઘટાડો થશે. કેટલાક પ્રાણીઓમાં ભૂખ ન લાગવી, શ્વાસ લેવામાં તકલીફ, ચામડીનો લાલ રંગ અને ગર્ભપાત જેવા લક્ષણો પણ જોવા મળે છે.

Leave a Comment