કલ્કિમાં પ્રભાસ જોકર જેવો લાગે છે : Arshad Warsi

પ્રભાસના ચાહકોની માંગ, અર્શદ માફી માગે

કલ્કિમાં અમિતાભનું કામ ગમ્યું પણ  પ્રભાસે આવું કેમ કર્યું તે જ સમજાતું નથી

Mumbai, તા.20

અર્શદ વરસીએ ફિલ્મ ‘કલ્કિ ૨૮૯૮ એડી’માં પ્રભાસ જોકર જેવો લાગતો હોવાની ટીકા કરતાં ભારે વિવાદ છેડાયો છે. પ્રભાસના અનેક ચાહકોએ તેને ટ્રોલ કર્યો છે અને અર્શદે આવાં ઉચ્ચારણો બદલ જાહેર માફી માગવી જોઈએ તેવી માગણી પણ કરી છે. અર્શદે એક પોડકાસ્ટમાં આ ફિલ્મનો રિવ્યૂ આપતી વખતે અમિતાભ બચ્ચનનાં વખાણ કર્યાં હતાં અને  કહ્યું હતું કે અમિતાભ બચ્ચનને કલ્પનાતીત કામ કર્યું છે. તેમની ક્ષમતા આપણને મળી જાય તો આપણી જિંદગી બની જાય.

બાદમાં તેણે પ્રભાસની ટીકા કરતાં કહ્યું હતું કે તે  આ ફિલ્મમાં જોકર જેવો લાગે છે. તે આવું શા માટે કરી રહ્યો છે તે જ સમજાતું નથી.

અર્શદની આ કોમેન્ટસ વાયરલ થયા બાદ પ્રભાસના ચાહકોએ તેની સામે ઓનલાઈન યુદ્ધ છેડી દીધું હતું. કેટલાય ચાહકોએ કહ્યું હતું કે  અર્શદ ઈર્ષાળુ છે. કેટલાકે કહ્યું હતું કે પ્રભાસ અને અર્શદના પ્રદાનની કોઈ સરખામણી થાય તેમ નથી. સાઉથના કેટલાક ફિલ્મ સર્જકોએ પણ પ્રભાસની કોમેન્ટને વખોડી કાઢી હતી.

ઉલ્લેખનીય છે કે, કલ્કિ ૨૮૯૮ એડીનું દિગ્દર્શન  નાગ અશ્વિને કર્યુ હતું. જેમા ંપ્રભાસ લીડ રોલમા હતો જ્યારે દીપિકા પદુકોમ, અમિતાભ બચ્ચન તેમજ અન્ય સાઉથના સ્ટાર્સે કેમિયો કર્યા હતા. આ ફિલ્મ મહાકાળ્ય મહાભારતની કથાથી પ્રેરિત ક ડાયસ્ટોપિયન સાસન્સ-ફાઇ કહાની હતી. જેણએ બોક્સ ઓફિસ પર ૧૧૦૦ કરોડ રૂપિયાથી વધુ વેપલો કર્યો હતો.

Leave a Comment