અવિશ્વસનીય કેચ પકડી New Zealand ના ઓલરાઉન્ડરે સૌ કોઇને ચોંકાવ્યાં

New Zealand,તા.14

ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર મિચેલ સેંટનરે ઈંગ્લેન્ડમાં જારી ધ હન્ડ્રેડમાં એક અદ્ભુત કેચ પકડીને લોકોને પોતાના દિવાના બનાવી દીધાં છે. મિચેલ સેંટનરના કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. ધ હન્ડ્રેડમાં નોર્ધન સુપરચાર્જર્સ માટે રમી રહેલા સેંટનરે લંડન સ્પિરિટ વિરુદ્ધ માઈકલ પેપરનો કેચ પકડ્યો. મિચેલ સેંટનરની ટીમે ડીએલએસના આધારે જીત નોંધાવી.

ક્રિકેટમાં જૂની કહેવત છે- ‘કેચ પકડો, મેચ પકડો.’ ન્યૂઝીલેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર મિચેલ સેંટનરે ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી ધ હન્ડ્રેડ 2024માં આને યોગ્ય સાબિત કરીને બતાવી. સેંટનરે નોર્ધન સુપરચાર્જર્સ માટે રમતાં લંડન સ્પિરિટના ઓપનર માઈકલ પેપરનો શ્રેષ્ઠ કેચ પકડ્યો.

ટુર્નામેન્ટની 29મી મેચમાં રીસ ટોપલીએ 11મો બોલ નાખ્યો, જેની પર જમણાં હાથના બેટ્સમેન પેપરે મિડ ઓનની ઉપરથી શોટ રમ્યો. મિડ ઓન પર હાજર મિચેલ સેંટનરે પાછળની તરફ દોડતાં અને ડાઈવ લગાવીને શાનદાર કેચ પકડ્યો. આ કેચને જોઈને સૌ કોઈ ચોંકી ગયા. લોકો સેંટનરના કેચને ‘કેચ ઓફ ધ સિઝન’ માની રહ્યાં છે. સેંટનરના કેચનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો. સેંટનરે શ્રેષ્ઠ કેચ પકડ્યો અને તેની ટીમ નોર્ધન સુપરચાર્જર્સે ડકવર્થ લુઈસ પદ્ધતિના આધારે 21 રનથી જીત નોંધાવી.

સેંટનરની બોલિંગ

મિચેલ સેંટનરે આ મેચમાં ખૂબ સારી બોલિંગ પણ કરી. તેણે 15 બોલ નાખ્યા, જેમાંથી છ ડોટ રહ્યાં અને 14 રન ખર્ચ કર્યાં. નોર્ધન સુપરચાર્જર્સ માટે સૌથી સફળ બોલર લેગ સ્પિનર આદિલ રાશિદ રહ્યો. રાશિદે 20 બોલમાં 16 રન આપીને ત્રણ વિકેટ લીધી. રીસ ટોપલી અને મેથ્યૂ પોટ્સને બે-બે સફળતા મળી.

લંડન સ્પિરિટે મેચમાં પહેલા બોલિંગ કરી અને 100 બોલમાં 8 વિકેટ ગુમાવીને 111 રન બનાવ્યા. કીટન જેનિંગ્સ 30, રવિ બોપારા 31 અને લિયામ ડોસન 27 એ ઉમદા ઈનિંગ રમી. જવાબમાં નોર્ધન સુપરચાર્જર્સે 44 બોલમાં એક વિકેટ ગુમાવીને 64 રન બનાવ્યા. ડીએલએસે અનુસાર નોર્ધને 44 બોલમાં 44 રન બનાવવાની જરૂર હતી પરંતુ તે પોતાના લક્ષ્યથી આગળ હતી. વરસાદના કારણે આગળની રમત રમી શકાઈ નહીં.

Leave a Comment