Jetpur :અકસ્માતમા મિત્રની નજર સામે પ્રોઢનું મોત

નાસ્તો કરીને પરત જતી વેળાએ બાઈક પરથી પટકાતા ઘટના સ્થળે મોત

Jetpur,તા.૧૩
 જેતપુરથી મિત્ર સાથે નાસ્તો કરીને ઘરે પરત ફરેલા પ્રોઢનું પાંચપીપળાથી લુણાગરી જતા રોડ પર આવેલ બેઠી ધાબી પાસે બાઈક પરથી પટકાતા મોત નીપજ્યું છે.બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જેતપુરના કેરાળી ગામે રહેતા પ્રભાતભાઈ છગનભાઇ ઝાલા ઉવ 50 વાળા પોતાના મિત્ર સાથે બાઈક પર બેસીને જેતપુર થી નાસ્તો કરીને પરત ફરતી વેળાએ પાંચપીપળાથી લુણાગરી જતા રોડ નજીક બેઠી ધાબી પર અચાનક બાઈક પરથી પડી જતા માથે શરીરે ગંભીર ઈજાઓ થઇ હતી જેને ઇજા ગ્રસ્ત હાલતમાં સરકારી હોસ્પિટલ ખાતે લઇ જતા ત્યાં હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર માળે તે પહેલાજ તેનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું પ્રોઢના અવશાનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃતક ખેતી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોવાનું પરિવારના સભ્યોએ જણાવ્યું છે.

Leave a Comment