દુકાન ખરીદ્યા બાદ આકારણી કરવા માટે ૧૫ હજારની લાંચ લેતા Talati Kam Minister ઝડપાયો

Aravalli,તા.૧૦

અરવલ્લીના માલપુર તાલુકામાં હેલોદર ગામની સીમમાં આ કેસના ફરિયાદીએ બિન ખેતી જમીનમાં દુકાન બનાવી હતી. બાદમાં આ દુકાનનો રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કર્યો હતો. આ દુકાન વેચાણે લેનાર વ્યક્તિના નામે આકારણી કકરવાની હતી. જેને પગલે ફરિયાદીએ હેલોદર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી હરગોવિંદ તારાજી સુન્દેશાનો સંપર્ક સાધ્યો હતો.

જોકે હરગોવિંદે આકારણી કરી આપવા માટે રૂ.૧૫,૦૦૦ ની લાંચ માંગી હતી. પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાથી તેણે એસીબીમાં ઉપિયાદ નોંધાવી હતી. જેને આધારે એસીબીના અધિકારીઓએ હેલોદર ગ્રામ પંચાયતમાં જાળ બિછાવી હતી. જેમાં ફરિયાદી પાસેથી લાંચ લેતા તલાટી કમ મંત્રી ઝડપાઈ ગયો હતો.

Leave a Comment