Student of the Year માં આલિયાની એક્ટિંગ સાવ પૂતળી જેવી હતી

ખુદ પિતા મહેશ ભટ્ટે જ દીકરીના રોલની ટીકા કરી

૨૦૧૨માં આલિયા ભટ્ટે આ ફિલ્મ દ્વારા હિરોઈન તરીકે કેરિયર શરુ કરી હતી. 

Mumbai,તા.06

આલિયા ભટ્ટની ડેબ્યૂ ફિલ્મ ‘ સ્ટુડન્ટ ઓફ ધી યર’માં તેની એક્ટિંગ એક પૂતળી જેવી જ હતો તેવી ટીકા ખુદ આલિયાના  પિતા મહેશ ભટ્ટે કરી છે.

મહેશ ભટ્ટે એક મીડિયા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પોતે આલિયાની કેરિયર જેમ જેમ આગળ વધી તેમ તેમ તેણે પોતાનુ પરફોર્મન્સ સુધાર્યું એ વાત સાચી પરંતુ તેની પહેલી ફિલ્મમાં તો તે માત્ર પૂતળાં જેવી જ હતી.

ફિલ્મના અન્ય કલાકારોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા તથા વરુણ ધવનનો સમાવેશ થતો હતો. આ ફિલ્મ કરણ જોહરે બનાવી હતી.

મહેશ ભટ્ટે જોકે ‘ઉડતા પંજાબ’, ‘હાઈવે’ તથા ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ જેવી  ફિલ્મોમાં આલિયાની એક્ટિંગના વખાણ કર્યાં હતાં.

તેમણે કહ્યું હતું  કે સમય જતાં આલિયા યોગ્ય ફિલ્મોની પસંદગી કરતાં શીખી છે.

Leave a Comment