પાંચ વર્ષમાં LTCG tax માં 2 લાખ 78 હજાર કરોડ ઉઘરાવાયા

વર્ષ 2023માં વર્ષ 2022ની તુલનામાં 15 ટકાનો વધારો

New Delhi,તા.31
કેન્દ્ર સરકારને નાણાકીય વર્ષ 2022-23માં લોંગ ટર્મ કેપિટલ ગેઈમ્સ ટેકસ તરીકે 98 હજાર 681 કરોડ રૂપિયા મળ્યા છે. આ રકમ નાણાકીય વર્ષ 2021-22ની તુલનામાં 15 ટકા વધુ હતી.

નાણાકીય વર્ષ 2022માં એલટીસીજી ટેકસ તરીકે કેન્દ્ર સરકારે 86 હજાર 75 કરોડ રૂપિયા મળ્યા હતા, નાણા રાજયમંત્રી પંકજ ચૌધરીએ રાજયસભામાં આ માહિતી આપી હતી.

ઈકિવટી અને એમએફ પર એલટીસીજી ટેકસ ખતમ કરવાના સવાલ પર ચૌધરીએ જણાવ્યું હતું કે, આવા કોઈ પ્રસ્તાવ પર સરકારનો વિચાર નથી. નાણામંત્રી સીતારામને જે બજેટ રજુ કર્યું તેમ ઈકિવટી અને ઈકિવટી ઓરીએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડસ પર એલટીસીજી ટેકસ 10 ટકાથી વધારીને 12.5 ટકા કરી દીધો છે. આ સાથે નાણાકીય વર્ષમાં છુટની એક લાખ રૂપિયાની સીમાને વધારીને 1.25 લાખ રૂપિયા કરી દેવાઈ છે.

Leave a Comment