આરોપી ધવલ તાળાએ ઉછીના રૂ।.10 લાખ લઈ તે રકમ ચૂકવવા ચેક આપ્યો હતો, જે રિટર્ન થયો હતો
Rajkot, તા.15
શહેરના બ્રહ્માણી હોલની પાછળ, કોઠારીયા રોડ ઉપર રહેતા વેપારી ફરિયાદી ભાવેશ ગોરધનભાઈ સરધારાએ આરોપી ધવલ રતિભાઈ તાળા (રહે. જલારામ – 4, 150 ફુટ રીંગ રોડવ) નામના વેપારીને રૂ.10 લાખ હાથ ઉછીના આપેલા અને તે અંગેનું એક લખાણ રૂા.100નાં સ્ટેમ્પ પેપર ઉપર પક્ષકારો વચ્ચે કરવામાં આવેલ અને આરોપીએ ફરીયાદીની લેણી રકમ પરત કરવાનાં હેતુથી રૂ.10 લાખનો પતિ – પત્નીના સંયુકત ખાતાનો ચેક આપેલ હતો.
ચેક બેંકમાં જમા કરાવતા ‘ફંડ ઇનસફીસીયન્ટ’ નાં શેરા સાથે પરત ફરેલ. તેથી ફરીયાદી વેપારીએ આરોપી વિરૂધ્ધ રાજકોટની ફોજદારી કોર્ટમાં ચેક રીર્ટનની ફરીયાદ કરી હતી.
જે ફરીયાદમાં બચાવપક્ષ દ્વારા લિમિટેશન તેમજ પ્રોમિસરી નોટની વિગતો અંગે ઘણી તકરારો લેવામાં આવેલ. પરંતુ ફરીયાદપક્ષે રજુ રાખેલ ઉચ્ચ અદાલતોનાં ચુકાદાઓ તેમજ મૌખીક દલીલોના આધારે ફરીયાદીનો કેસ પુરવાર માની, ન્યાયાધીશ એમ. એમ. શુકલે આરોપી ધવલભાઈ તાળાને બે વર્ષની સાદી કેસની સજા તેમજ રૂ।.12,50,000 દંડ પેટે જમા કરાવવા તેમજ દંડ પેટે જમા કરાવેલ રકમમાંથી 6 ટકા વ્યાજ સહીત રૂ।.10 લાખ વળતર તરીકે ચુકવી આપવા હુકમ ફરમાવેલ છે. આ કેસમાં ફરીયાદી તરફે વકીલ તરીકે કેતન એન. સિંધવા તથા પંકજ આર. દોંગા રોકયેલ છે.