ગુલશન દેવૈયા અને રસિકા દુગ્ગલ Little Thomas child movie

અનુરાગ કશ્યપે 17 વર્ષ પછી બાળ ફિલ્મ બનાવી

 આ ફિલ્મ  મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થશે, અગાઉ  રિટર્ન ઓફ હનુમાન બનાવી હતી

Mumbai તા.24

મારધાડની ફિલ્મો બનાવવા માટે જાણીતા અનુરાગ કશ્યપે ૧૭ વર્ષ પછી એક બાળ ફિલ્મ પણ પ્રોડયૂસ કરી છે. ‘લીટલ થોમસ’ નામની આ બાળ ફિલ્મમાં રસિકા દુગ્ગલ અને ગુલશન દેવૈયા સહિતના કલાકારો છે.

અનુરાગે અગાઉ ૨૦૦૭માં ‘રિટર્ન ઓફ હનુમાન’ એનિમેટેડ ફિલ્મ બનાવી હતી.  તેની નવી બાળ ફિલ્મ ‘લીટલ થોમસ’ મેલબોર્ન ફિલ્મ ફેસ્ટિવમલાં રજૂ થવાની છે. આ ફિલમમાં બાળ કલાકારની ભૂમિકા  હૃદયાંશ પારેખે ભજવી છે.  જ્યારે તેનું દિગ્દર્શન કૌશલ ઓઝાનું છે.

આ ફિલ્મ ગોવાના એક પરિવાર પર આધારિત છે. એક બાળક સતત લડતાં ઝઘડતાં માતાપિતાને એક કરવા ઈચ્છે છ ે તેવી ફિલ્મની વાર્તા છે.

Leave a Comment