ચાલુ રસ્તા પર ભડ-ભડ કરતું સળગ્યું EV, કોલેજ જતાં વિદ્યાર્થીનો આબાદ બચાવ

kerala,તા,09

કેરળના તિરુવનંતપુરમમાં ચાલતી ઇલેક્ટ્રિક બાઇકમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બાઈકની સીટમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગે છે. જેથી ડરથી બાઇક સવાર વ્યક્તિ તેને સાઈડમાં ઉભું રાખીને ત્યાંથી ઝડપથીભાગી જાય છે. તેના થોડા જ સમયમાં આખી ઇલેક્ટ્રિક બાઇક આગની લપેટમાં આવી જાય છે અને સંપૂર્ણપણે બળીને રાખ થઈ જાય છે.

થોડી જ વારમાં બાઈક સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું

કટ્ટક્કડા ફાયર પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત ત્યારે થયો જ્યારે રાહુલ નામનો યુવક તેના મિત્ર સાથે આ  ઇલેક્ટ્રિક બાઈક પર કોલેજ જઈ રહ્યો હતો. એવામાં અચાનક સ્કૂટર ઝડપથી ગરમ થયું અને ધુમાડો નીકળવા લાગ્યો. ધુમાડો જોઈને સ્કૂટર સવારો ગભરાઈ ગયા અને બાઈકને રોડની બાજુમાં પાર્ક કરીને દૂર ઊભા રહી ગયા. થોડી જ વારમાં સ્કૂટરમાં આગ લાગી. થોડી જ વારમાં આગએ બાઈકને લપેટમાં લીધું હતું અને તે સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયું હતું.

આગનું કારણ જાણી શકાયું નથી

સદનસીબે આ ઘટનામાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. હજુ સુધી આગનું કારણ જાણી શકાયું નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે આ ઘટના શોર્ટ સર્કિટ અથવા બેટરીમાં વધુ ગરમ થવાને કારણે થઈ હોઈ શકે છે. સદનસીબે સ્કૂટર સવારોને કોઈ નુકસાન થયું ન હતું.

ઈલેક્ટ્રિક બાઈકની સુરક્ષાને લઈને અનેક સવાલો

આ અકસ્માતે ઈલેક્ટ્રિક બાઈકની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ પૂછી રહ્યા છે કે શું ઈલેક્ટ્રિક વાહન કંપનીઓ બેટરી અને ચાર્જિંગ સિસ્ટમને સુધારવા માટે પર્યાપ્ત પગલાં લઈ રહી છે કે નહી… આ સિવાય ઈલેક્ટ્રિક બાઇક ચાલકોને સલાહ આપવામાં આવી રહી છે કે તેઓ આવી ઘટનાઓથી બચવા માટે બેટરીને યોગ્ય રીતે ચાર્જ કરે અને ચાર્જિંગ દરમિયાન હંમેશા સતર્ક રહે.

Leave a Comment