પિતાને નેશનલ એવોર્ડ મળતો જોઈ રડી પડી Glamorous Actress, કહ્યું – ‘મેં તમારો સંઘર્ષ જોયો છે

Mumbai,તા,09

ગ્લેમરસ એક્ટ્રેસ યામી ગૌતમના પિતા મુકેશ ગૌતમને નેશનલ એવોર્ડ મળ્યો છે. 8 ઓક્ટોબરના રોજ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 70મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ  યોજાયો હતો. અહીં ઘણા દિગ્ગજ કલાકારોની વચ્ચે યામી ગૌતમના પિતાને પણ નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તેમની કારકિર્દીનો પ્રથમ નેશનલ એવોર્ડ છે. પોતાના પિતાને આ એવોર્ડથી સન્માનિત થતા જોઈને યામી ગૌતમની ખુશીનો કોઈ પાર નથી. પિતાને નેશનલ એવોર્ડ મળતો જોઈ એક્ટ્રેસ ઈમેશનલ થઈ ગઈ હતી અને તે રડી પડી. તેણે પોતાના પિતા માટે એક ઈમોશનલ પોસ્ટ શેર કરી છે.

યામી ગૌતમના પિતાને મળ્યો નેશનલ એવોર્ડ

યામી ગૌતમે પોતાના કરિયરની શરૂઆત ટીવી શોથી કરી હતી. બે સિરિયલો કર્યા બાદ તેણે ફિલ્મની રાહ પકડી અને અહીં પણ તેણે સફળતાનો સ્વાદ ચાખ્યો. જો કે, બહુ ઓછા લોકો જાણતા હશે કે યામી ગૌતમ ફિલ્મ મેકર મુકેશ ગૌતમની પુત્રી છે, જે ‘અખિયાં ઉદિકડિયાં’ અને ‘નૂર’ જેવી ફિલ્મો માટે પણ જાણીતા છે. તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો હતો, જેની ખુશી યામી ગૌતમે સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી છે.

ઈમોશનલ થઈ યામી ગૌતમ

મુકેશ ગૌતમને ‘બાગી દી ધી’ માટે 70માં નેશનલ એવોર્ડમાં બેસ્ટ પંજાબી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આ ખાસ અવસર પર યામી દિલ્હી નહોતી આવી શકી, પરંતુ પિતા માટે એક મેસેજ શેર કર્યો છે. એક્ટ્રેસે લખ્યું કે, આ ખૂબ જ ઈમોશનલ ક્ષણ છે. મારા પિતા મુકેશ ગૌતમને તેમની ફિલ્મ ‘બાગી દી ધી’ માટે દિગ્દર્શક તરીકે પ્રથમ નેશનલ એવોર્ડ મળ્યો છે. ‘હું મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતી. મને મારા પિતા પર ખૂબ ગર્વ છે. મારા પિતાની અહીં સુધી પહોંચવાની સફર ખૂબ સંઘર્ષભરી રહી છે. મેં તમારો સંઘર્ષ જોયા છે, પરંતુ ત્યારબાદ પણ તેમારું કામ પ્રત્યેનું પેશન ઓછું નથી થયું. પપ્પા, પરિવારને તમારા પર ગર્વ છે.

મધરહૂડ એન્જોય કરી રહી છે યામી ગૌતમ

યામી ગૌતમે આ વર્ષે 10 મે ના રોજ દીકરાને જન્મ આપ્યો છે. તેણે ફિલ્મમેકર આદિત્ય ધર સાથે લગ્ન કર્યા છે. બીજી તરફ ફિલ્મોની વાત કરીએ તો યામી ‘આર્ટિકલ 370’ અને ‘કાબિલ’ જેવી ફિલ્મો માટે જાણીતી છે.

Leave a Comment