Jasdanના આંબરડી ગામે પ્રેમ પ્રકરણના મામલે હત્યામાં આરોપીના જામીન રદ

બે જૂથ વચ્ચે બધડાટીમાં સમજાવવા ગયેલા નવાણીયા નું ધીમ ઢાળી દીધું હતું
Jasdan,તા.૪
જસદણ તાલુકાના આંબરડી ગામની સીમમાં ત્રણ માસ પૂર્વે પ્રેમ પ્રકરણના મામલે બે જૂથ વચ્ચે માથાકૂટ કરતા  વચ્ચે પડેલા નવાણીયા ની હત્યાના ગુનામાં જેલ હવાલે રહેલા વિપુલ ભના શિયાળની  અદાલતે જામીન અરજી ફગાવી દીધી છે.  વધુ વિગત મુજબ જસદણના આંબરડી ગામની સીમમાં પ્રેમ પ્રકરણના મામલે ગત તારીખ 15-5-2024 ના રોજ સોમલપર ગામના અને  વડલી ગામના શખ્સો આમને સામને ઝઘડો કરતા હોય ત્યારે ત્યાંથી પસાર થતાં  રમેશભાઈ તળશીભાઇ ડાભી તથા તેના ભાઈ વલ્લભભાઈ તળશીભાઈ ડાભી (રહે સોમલપર ) વાળા ઉભા રહી ઝઘડો કરતા શખ્સોને છૂટા પાડતા હોય ત્યારે આરોપીઓ દ્વારા  વલ્લભભાઈ તળશીભાઇ ડાભીને છરી અને  ધોકા વડે  માર મારી  હત્યા નીપજાવ્યાની   મૃતકના ભાઈ રમેશભાઈ તળશીભાઇ ડાભી ની  ફરિયાદ  પરથી  પોલીસે  સાત આરોપીઓની સામે ગુનો નોંધી  ધરપકડ  કરી  જેલ હવાલે કરેલા હતા. જેલમાં રહેલા આરોપી  વિપુલ  ભના શિયાળે  ચાર્જશીટ બાદ જેલમાંથી જામીન ઉપર છૂટવા માટે સેશન કોર્ટમાં જામીન અરજી કરતા સરકાર તરફે સરકારી વકીલ મહેશભાઈ જોષી હાજર રહી  જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરેલી કે આરોપીઓ દ્વારા  નિર્દોષની હત્યા કરવામાં આવેલી છે.  ઝઘડામાં વચ્ચે પડી છૂટા પાડવાના પ્રયત્ન કરતા હતા તેમ છતાં તેમને છરી અને ધોકા વડે  માર મારી હત્યા નીપજાવી હતી. આવા જનુની લોકોને જામીન આપવા જોઈએ નહીં તેમજ ફરિયાદી  બનાવને  નજરે જોયેલા છે. આરોપીઓ સામે ગુનાને લગતો પુરાવો મળી આવતા  કોર્ટમાં ચાર્જશીટ  દાખલ થયેલું છે. આ તમામ રજૂઆતને ધ્યાને લઈ સેશન કોર્ટએ   વિપુલ ભના શિયાળ ની ચાર્જશીટ પછીની જામીન અરજી રદ કરી છે.

Leave a Comment