Rajkot ના કુબલીયાપરામાં મકાન માંથી ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પકડાય

નાનામવા રોડ પર ઇકો માંથી 525લીટર દેશી દારૂ સાથે જસદણ પંથકનો બુટલેગર  ઝડપાયો

Rajkot,તા.૪
શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા દ્વારા પીસીબી શાખાની સ્ટ્રેન્થમા વધારો સાથે ફિલ્ડ આવતા દેશી વિલાયતી અને જુગારના ધંધાર્થી પર ધોસ બોલાવતા અન્ય બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ હરકતમા આવી દરોડાનો દોર પાડવામાં આવી રહ્યો છે જેમાં નાનામવા મેઈન રોડ નજીક ઇકો કારમાંથી રૂ.1.05લાખની કિંમતનો દેશી દારૂના જથ્થા સાથે જસદણ પંથકના શખ્સને ઝડપી લઇ રૂ. 2.55 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. જયારે કુબલીયા પરા શેરી નંબર 5મા ઘરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર થોરાળા પોલીસ ત્રાટકી રૂ. 11250નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના સ્લ્મ વિસ્તારમાં ગૃહ ઉદ્યોગની જેમ ધમધમતી દેશી દારૂના હાટડાને કડક હાથે ડામી દેવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાએ આપેલી સૂચનાને પગલે થોરાળા પોલીસ મથકના પી. એસ. આઈ. એસ. એસ. જાડેજા સહિતના પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે કુબલીયા પરા શેરી નંબર 2 માં રહેતો અર્જુન ઉર્ફે પીંગો લાલજી મગન સોલંકી નામનો શખ્સ મકાનમા દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ચાવડા ને મળતી બાતમીને આધારે સ્ટાફેદ દરોડો પાડી મકાનમાં તૈયાર દારૂ  340લીટર ગરમ આથો અને દેશી દારૂના ભઠ્ઠીના સાધનો મળી રૂ. 11,250નો મુદ્દામાલ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે માલવિયા નગર પોલીસ મથકના પી. એસ. આઈ. એસ. એ. સિંધી સહિતના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું ત્યારે જયારે જસદણ તાલુકાના કોઠી કનેસરા ગામે રહેતો જીતુ પાલા પરમાર નામનો જીજે3 એલ આર 6552 નંબરની eeco કારમાં દેશી દારૂની ડીલેવરી કરવા આવ્યો હોવાની માલવીયા નગર પોલીસ મથકના કોન્સ્ટેબલ જયદીપસિંહ દોલતસિંહ ભટ્ટી ને મળેલ બાતમીના આધારે નાના મહુવા મેઇન રોડ પર વોચ ગોઠવી હતી ત્યારે પૂરપાટ ઝડપે આવતી ઉપરોક્ત નંબરની કારને અટકાવી તલાશી લેતા તેમાંથી રૂ. 1.05 લાખની કિંમતનો 525 લીટર દેશીદારૂ સાથે જીતુ પરમારની અટકાયત કરી દેશી દારૂ અને કાર મળી રૂ. 2.55 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Leave a Comment