મારી પત્ની મને આજે પણ શાકભાજી લેવા મોકલે છે, કપડાં પણ એ જ સિલેક્ટ કરે:Manoj Bajpayee

Mumbai,તા.04

સ્પેશિયલ એવોર્ડ સેરેમનીમાં ખાસ કપડાં પહેરીને જવું જરૂરી છે. આવું કહેનાર અભિનેતા મનોજ બાજપેયીને 70મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં ફિલ્મ ગુલમહોર માટે સ્પેશિયલ મેન્શન એવોર્ડથી સન્માનિત કરાયા છે. આ ખાસ દિવસ માટે મનોજ બાજપેયીના કપડા તેમના પત્ની શબાના રઝાએ પસંદ કર્યા હતા.

કપડાં વિશે મારી સમજ ખાસ નથી: મનોજ 

મનોજ કહે છે, ‘કપડાં વિશે મારી સમજ ખાસ નથી. મારી પત્ની આ વાત સારી રીતે સમજે છે. તે મોડલ પણ રહી ચુકી છે. તેમજ મારા કેટલાક ડિઝાઇનર મિત્રો છે, તેઓ પણ મને સલાહ આપતા રહે છે. દિલ્હીના એક મોટા ડિઝાઈનર છે, જેનો ફોન નેશનલ એવોર્ડની જાહેરાતના દિવસે આવ્યો હતો. તેણે કહ્યું કે તમે મારા દ્વારા ડિઝાઈન કરેલા કપડાં જ પહેરશો.’

અભિનેતા આવું જીવન જીવે છે 

મનોજ બાજપેયીનું કહેવું છે કે, ‘તમે કામ અને જીવનને કેવી રીતે જુઓ છો તેના પર ઘણી બાબતો આધાર રાખે છે. આજે મારી પાસે જે સુખ-સુવિધાઓ છે તે મારા કામના કારણે જ છે. મારી મોટી કારને કારણે મને કામ મળતું નથી. મારા કામને કારણે મારી પાસે મોટી કાર અને ઘર છે. જો તમે આ પરિપ્રેક્ષ્ય સાથે જ રહેશો, તો તમે સરળતાથી ઓટો-રિક્ષામાં બેસી શકો છો અને શાકભાજી ખરીદવા બજારમાં પણ જઈ શકો છો.’

અભિનેતાએ કહ્યું હતું કે, ‘મારી પત્ની ક્યારેક મને ફોન કરીને કહેતા અચકાતી નથી કે તમે આવો છો, તો ચાર બંગલાપાસેના શાકભાજી લેતા આવજો અને હું લાવું પણ છું. આ મારા જ ઘરનું કામ છે. હું કોઈ મોટું કામ નથી કરી રહ્યો. જો હું માર જ ઘરનું કામ નહીં કરું તો કોણ કરશે?’

Leave a Comment