એક્ટિંગ કરિયર માટે માતા-પિતા સામે કરી હતી ભૂખ હડતાળ, Star Actress એ સંઘર્ષના દિવસો યાદ કર્યા

Mumbai,તા.04

સખત મહેનત, સમર્પણ અને નસીબના કારણે ટીવી સ્ટાર આશા નેગીને આજે લોકપ્રિયતા અને પ્રેમ મળી રહ્યો છે. જો કે આ બધું એટલે જ શક્ય બન્યું કે તે તેના ઘર અને દહેરાદૂનને છોડીને અભિનયમાં કરિયર બનાવવા માટે મુંબઈ આવી ગઈ.

આ રીતે માતા-પિતાને મનાવ્યા

અભિનેત્રીએ અભિનયમાં કારકિર્દી બનાવવા માટે પોતાના માતા-પિતાને કેવી રીતે મનાવ્યા તે વિશે વાત કરતાં કહ્યું કે, ‘માર માતા-પિતાએ વિચાર્યું કે આ એ તબક્કોછે કે જયાએ હું એક પાલતું પ્રાણી રાખવા માંગતી હતી. મેં ઘણા પ્રયાસ કર્યા, પરંતુ તેમને મને ક્યારેય ગંભીરતાથી ન લીધી. પરંતુ જયારે મેં ભૂક હડતાલ કરી અને 2-3 દિવસ ભૂખી રહી. આ વસ્તુ મારા મમ્મી ન જોઈ શક્યા અને તેમણે મારી સાથે વાત કરી. એટલે મેં તેમની પાસે 2-3 મહિનાનો સમય માંગ્યો અને કહ્યું કે જો મારીથી કઈ જ નહિ થઈ શકે તો હું પાછી આવી જઈશ. આથી તેમણે જ મારા પપ્પાને મનાવ્યાઅને અંતે હું મુંબઈ આવી.’

અભિનેત્રીએ કહ્યું કે, ‘જયારે હું ટેલિવિઝનમાં કામ કરતી હતી ત્યારે મારા માતા-પિતા ખુશ હતા. મારા મમ્મી મારા શૉ વારંવાર જોતી હતી. આજ તેઓ ખુશ છે કે હું મારી સ્પેસમાં ખુશ છું.’

હું માત્ર એડ અને ફિલ્મો કરવા માંગતી હતી: આશા 

પોતાની સફર અને ટીવીમાં આવવાના સંયોગ અંગે આશાએ કહ્યું કે, ‘જ્યારે હું મુંબઈ આવી ત્યારે હું ખોવાઈ ગઈ હતી. કોઈ તૈયારી વગર બસ મુંબઈ આવી ગઈ હતી. હું માત્ર એડ અને ફિલ્મો કરવા માંગતી હતી, પરંતુ ટીવી ક્યારેય મારા પ્લાનનો હિસ્સો ન હતું. પરંતુ જયારે મને એવું લાગ્યું કે આ એટલું સરળ નથી ત્યારે મેં ઓડિશન આપવાનું ચાલુ રાખ્યું અને પછી સિરીયલમાં રોલ મળ્યો. હું હજુ પણ માનું છું કે ટીવીએ મને સ્વીકારી અને મને ઘણો પ્રેમ આપ્યો.’

Leave a Comment