Rajkotની નવી કોર્ટ બિલ્ડીંગ નજીક એમડી ડ્રગ્સ સાથે એક ઝડપાયો ધરપકડ

એસઓજી પીઆઈ એસ એમ જાડેજાની ટીમે વોચ ગોઠવી પેડલરને રૂ. 2.50 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો

Rajkot,તા,03
ઘંટેશ્વર નવી કોર્ટ બિલ્ડીંગ નજીકથી એસઓજીની ટીમે 19.52 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બજરંગવાડીના જલાલમિયા કાદરીને ઝડપી કુલ રૂ.2.50 લાખનો મુદામાલ કબ્જે કરી મોટી કાર્યવાહી કરી હતી.
દરોડાની પ્રાપ્ત વિગત મુજબ, શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા,  ડ્રગ્સની બદી દૂર કરવાની આપેલ સૂચનાથી એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાના માર્ગદર્શનમાં પીએસઆઇ એમ.બી.માજીરાણા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં.ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ ફીરોજ રાઠોડ અને ઇન્દ્રસિંહ જાડેજાને અગાઉ એનડીપીએસના કેસમાં પકડાયેલ જલાલ કાદરી નામનો શખ્સ એક્ટીવા નંબર જીજે-03-એનસી-9648 લઇ જામનગર રોડ ઉપર નવી કોર્ટ બિલ્ડીંગ પાસેથી નિકળવાનો છે અને તેના કબ્જામાં માદક પદાર્થનો જથ્થો છે તેવી ચોકકસ બાતમી મળતાં સ્ટાફ નવી કોર્ટ તરફ વળાંક લઇ નવી કોર્ટ બિલ્ડીંગની સામેના ભાગે કાચા રસ્તા ઉપર ઉગતા પોરના મેલડીમાં ના મંદીરની સામે દોડી જઇ સ્ટાફ વોચમાં હતો. ત્યારે ત્યાંથી પસાર થતી એક એક્ટિવાને અટકાવી ચાલકને તેનું નામ પૂછતાં જલાલમિયાં તાલપમિયા કાદરી (ઉ.વ.51) હોવાનું જણાવ્યું હતું.
બાદમાં એસઓજીના સ્ટાફે આરોપીની તપાસ કરતાં તેને પહેરેલ ટ્રેક પેન્ટના ખિસ્સામાંથી એક પ્લાસ્ટિકની કોથળીમાંથી મેફેડ્રોન ડ્રગ્સ  મળી આવ્યું હતું. જેનો વજન કરતાં 19.52 ગ્રામ રૂ.1.95 લાખનો મુદામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી એમડી ડ્રગ્સ બાઈક અને મોબાઈલ મળી કુલ રૂ.2.50 લાખનો મુદામાલ જપ્ત કરી આરોપી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યો અને ક્યાં સપ્લાય કરવા જવાનો હતો તે અંગે વિશેષ પૂછતાછ એસઓજીની ટીમે હાથ ધરી હતી.

Leave a Comment