Rajkot: શાપરના યુવકને નજીવી બાબતે ધોકા પાઇપ વડે માર માર્યો

Rajkot,તા,03
શાપર સર્વોદય સોસાયટી મારુતિ નગરમાં રહેતા યુવકને નજીવી બાબતે ગઈ કાલે બપોરે 3.30વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે ચાર પાંચ શખ્સોએ ધોકા પાઇપ વડે મારતા સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. શાપર પોલીસે ગુનોનોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી.
  બનાવની પ્રાપ્ત વિગતો મુજબ શાપર સર્વોદય સોસાયટી મારુતિ નગરમાં રહેતા સમીર કાસમભાઈ વિસળે શાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતીકે પોતે ગઈ કાલે બપોરે 3.30 વાગ્યે ઘર પાસે હતા ત્યારે પોતાને નોનવેજની દુકાન કરવી છે તેવી વાત કરતા હોઈ જે સાંભળી લાલો ભરવાડ, વિજય ભરવાડ તથા તેની સાથેના અજાણ્યા માણસોએ ઉશ્કેરાઈ જઈ તારે નોનવેજની દુકાન કેમ કરવી છે કહી યુવકને ધોકા પાઇપ વડે માર મારતા યુવક ઈજાગ્રસ્ત થયો હતો ઈજાગ્રસ્ત હાલતમાં યુવકને સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે શાપર પોલીસે ગુનો નોંધી તમામ આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

Leave a Comment