જમીન કૌભાંડમાં Karnatakaના CM સિદ્ધારમૈયાને ઝટકો

Karnataka,તા.24

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને MUDA લેન્ડ સ્કેમમાં હાઇકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. આ કેસમાં હાઇકોર્ટે ગર્વનર વિરૂદ્ધ તેમની અરજીને ફગાવી કાઢી છે. હાઇકોર્ટમાં સુનવણી દરમિયાન કહ્યું કે અરજીમાં દર્શાવેલા તથ્યોની તપાસ કરવી જરૂરી છે. એમ કહીને હાઇકોર્ટે અરજી નકારી કાઢી છે.

જોકે આ મુદ્દો એક જમીનના ટુકડાનો છે, જેની સાઇઝ 3.14 એકર છે, જે સિદ્ધારમૈયાની પત્ની પાર્વતીના નામ પર છે. ભાજપ આ મુદ્દાને લઇને મુખ્યમંત્રી અને તેમની સરકાર પર સતત હુમલા થાય છે અને તેમને સીએમ સિદ્ધારમૈયા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવતાં તેમના રાજીનામાની માંગ છે. આ મામલે કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, સિદ્ધારમૈયાન વિરૂદ્ધ કેસ ચલાવવાની પરમીશન આપી ચૂક્યા છે. બીજી તરફ સિદ્ધારમૈયા અત્યાર સુધી આ બધા આરોપોને નકારતાં રહ્યા છે. તેમણે રાજ્યપાલના નિર્ણયને પણ અસંવૈધનિક ગણાવ્યો. ત્યારબાદ તેમણે રાજ્યપાલના ફેંસલાને કાયદાકીય પડકાર ફેંકતાં કોર્ટની શરણે ગયા હતા. સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે રાજ્યપાલ સરકારને સહન કરી શકતા નથી અને તેમને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Leave a Comment