Khosla Ka Ghosla’ ફિલ્મના જાણીતા અભિનેતાની કારને નડ્યો અકસ્માત,ICUમાં કરાયો દાખલ

Mumbai,તા.21
ખોસલા કા ઘોસલા ફિલ્મથી જાણીતા અભિનેતા પરવીન ડબાસ અંગે એક ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. અભિનેતા માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયો હતો. જેને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની હાલત ક્રિટિકલ હોવાથી તેને આઈસીયુમાં જ રખાયો છે.
પરવીન ડબાસનું એક્સિડેન્ટ
અભિનેતા પરવીન ડબાસની સારવાર મુંબઈના બાંદ્રામાં આવેલી એક હોસ્પિટલમાં ચાલી રહી છે. આ દુર્ઘટના શનિવારે વહેલી સવારે જ થયો હતો. સૂત્રોનો દાવો છે કે ડૉક્ટરો હજુ પણ તેમની સારવાર કરી રહ્યા છે. આ કપરી ઘડીમાં અભિનેતાની વાઈફ અભિનેત્રી પ્રીતિ ઝંગિયાની હોસ્પિટલમાં જ હાજર છે.
પ્રો પંજા લીગના કો ફાઉન્ડર પણ છે પરવીન ડબાસ 
પરવીન આર્મ રેસલિંગ પ્રો પંજા લીગના કો-ફાઉન્ડર પણ છે. પ્રો પંજા લીગે એક નિવેદનમાં જણાવ્યું કે અમને એ જણાવતા ખેદ છે કે પ્રો પંજા લીગના સહ-સંસ્થાપક પરવીન ડબાસ હાલ હોસ્પિટલમાં એડમિટ છે. શનિવારે સવારે દુર્ભાગ્યપૂર્ણ કાર દુર્ઘટના બાદ તેમને હોલી ફેમિલી હોસ્પિટલ બાંદ્રાના આઈસીયુમાં સારવાર હેઠળ રખાયા છે.

Leave a Comment