આ જ બિલ્ડિંગમાં અક્ષય કુમારનું પણ રોકાણ
ફલેટમાંથી જુહુ બીચ જોવા મળશે, કિંમતની વિગતો જાહેર નહીં
Mumbai,તા.20
અભિષેક બચ્ચને જુહુના બચ્ચન પરિવારના જલસા બંગલા નજીક જ એક વૈભવી એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. અભિનેતાએ હાલમાં જ બોરીવલીમાં છ ફ્લેટનું રોકાણ કર્યું હતું અને તેના બે મહિના પછી જલસા બંગલાની નજીક જ એક ફ્લેટ ખરીદ્યો છે. આ ફલેટમાંથી જુહુ બીચ જોવા મળશે તેવો દાવો છે. આ જ બિલ્ડિંગમાં અક્ષય કુમારે પણ રોકાણ કર્યું હોવાનું પણ કહેવાય છે.
જુહુમાં એક વિશાળ પ્રોપર્ટી રિડેવલપ કરાઈ હોવાનું ચર્ચાય છે. અભિષેક અને અક્ષય કુમાર આ જ પ્રોપર્ટીમાં રોકાણકાર હોવાનું મનાય છે. જોકે, ફલેટની કિંમત કે અન્ય કોઈ વિગતો સત્તાવાર રીતે જાહેર કરાઈ નથી.
અમિતાભ અને અભિષેક બંને રિયલ એસ્ટેટમાં પુષ્કળ રોકાણ ધરાવે છે. અમિતાભે કોમર્શિયલ સ્પેસમાં પણ મોટાપાયે રોકાણ કર્યું છે.