Site icon Shri Nutan Saurashtra

7.7 ફૂટ ઊંચો, લાંબા વાળ… રિયલ લાઈફમાં ‘’Stree-2′ નો સરકટા કેવો દેખાય છે

Mumbai,તા.23

શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠી સ્ટારર ‘સ્ત્રી 2’ હાલ બોક્સઓફિસ પર ધૂમ મચાવી રહી છે.  2018માં આવેલી ફિલ્મ ‘સ્ત્રી’ની સિક્વલ આ ફિલ્મમાં હવે ‘સરકટા’ (માથા વિનાનું) નામનો વિલન ગામના લોકોને ડરાવે છે. ફિલ્મના કલેક્શનની સાથે સાથે એ પણ ચર્ચા થઈ રહી છે કે કોણ છે ‘સરકટા’? અને આ પાત્ર કોણે ભજવ્યું છે? તો જાણીએ તેના વિશે…

કોણ છે ‘સરકટા’? 

‘સ્ત્રી 2’માં સરકટાનું પાત્ર ભજવનાર અભિનેતાનું નામ સુનીલ કુમાર છે. જમ્મુનો રહેવાસી સુનીલ એક પ્રોફેશનલ રેસલર છે અને જમ્મુ અને કાશ્મીર પોલીસ ફોર્સમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરે છે. 7 ફૂટ 7 ઇંચની ઊંચાઈ ધરાવતો હોવાથી સુનીલને ‘ગ્રેટ ખલી ઑફ જમ્મુ’ પણ કહેવામાં આવે છે. તેમજ સુનીલ કુમારનું રિંગનું નામ પણ ‘ધ ગ્રેટ અંગાર’ છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુનીલ જમ્મુ-કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સખત મહેનત કરે છે. આ ઉપરાંત તેને વોલીબોલ અને હેન્ડબોલ રમવાનું પસંદ છે જેના ઘણા વીડિયો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તેમજ સુનીલ કુમારે વર્ષ 2019માં યોજાયેલા WWE ટ્રાયઆઉટનો પણ ભાગ હતો.

ઊંચાઈ અને શારીરિક બંધારણના આધારે કાસ્ટિંગ થયું હતું 

સ્ત્રી 2ના દિગ્દર્શક અમર કૌશિકે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે સુનીલ કુમારને રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મમાં તેમની ઊંચાઈ અને શારીરિક બંધારણના આધારે કાસ્ટ કરવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું હતું કે ફિલ્મમાં CGI ટેકનીકનો ઉપયોગ કરીને સરકટાનું પાત્ર બનાવવામાં આવ્યું છે. આ બાબતે દિગ્દર્શક ખુલાસો કર્યો હતો કે સુનીલ કુમારે આ પાત્ર ભજવ્યું હતું, પરંતુ તેનો ડરામણો ચહેરો CGI ટેકનીકનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો.

Exit mobile version