Rajkot પાટડી હાઇવે પર 2686 બોટલ દારૂ ઝડપી પાડતી એસએમસી

બે કાર સહીત કુલ રૂ. 22.96 લાખનો મુદ્દામાલ કબ્જે : 2ની ધરપકડ, 8ની શોધખોળ

 Rajkot,તા.૨૭
રાજ્યમાં બુટલેગરો દારૂ ઘુસાડવા દરરોજ નવા કીમિયા અજમાવતા હોય તે પ્રકારના અહેવાલ છાશવારે સામે આવતા હોય ત્યારે વધુ એક કીમિયો સામે આવ્યો છે. હવે બુટલેગરો મોટા વાહનોની જગ્યાએ કાર મારફત દારૂ ઘુસાડતા હોય તેઓ ઘટસ્ફોટ એસએમસીના દરોડા બાદ થવા પામ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સુરેન્દ્રનગર પંથકના દસાડા-પાટડી હાઇવે પરથી બે અલગ અલગ ફોરવ્હીલ કારમાંથી 2686 દારૂની બોટલો સાથે કુલ રૂ.22.96 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ડ્રાઇવર-ક્લિનર સહિત બેની ધરપકડ કરી છે, જ્યારે આઠ શખ્સોને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે.
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા જાહેર કરેલી વિગત મુજબ દસાડાથી પાટડી જતા હાઈવે ઉપર અમૃત હોટલ પાસેથી તેમજ માલવણ ચોકડી તરફ જવાના રસ્તે અદાણી પંપ નજીકથી બે અલગ અલગ ફોરવીલ કારને અટકાવી જડતી કરવામાં આવી હતી. બંને ફોરવ્હીલમાંથી કુલ 2686 દારૂની બોટલો જેની કિંમત 5,85,100 પુરા થવા પામે છે તે મળી આવી હતી.
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂના જથ્થા સાથે એક ઇનોવા અને એક અર્ટિગા કાર સહીત કુલ રૂ. 22.96 લાખનો મુદ્દામાલ કબજે કરી એસએમસીની ટીમે રાજસ્થાનના બે શખ્સ ભજન લાલ આસુરામ બિશ્નોઈ અને  પપ્પુરામ જગારામ ખીલેરીની ધરપકડ કરી છે. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર વસંત રબારી અને અર્ટિગા કારનો માલિક તેમજ માલવણ ચોકડી ખાતે દારૂ મંગાવનાર, અર્ટિગા કાર છોડીને નાસી જનાર ડ્રાઇવર અને હેલ્પર તેમજ અર્ટિગા કારમાં દારૂનો જથ્થો મંગાવનાર અને ઇનોવા કાર તેમજ અર્ટિગા કારના માલિક એમ કુલ આઠ શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Leave a Comment