Site icon Shri Nutan Saurashtra

Patan જિલ્લામાં શ્રાવણિયો જુગાર રમતા ૨૨ જણાને પોલીસે ઝડપ્યા

Patan,તા.૧૭

પાટણ જિલ્લામાં શ્રાવણિયો જુગાર જામ્યો છે ત્યારે પોલીસ દ્વારા પણ આ જુગારીઓ પર તવાઈ બોલાવાઈ હોય તેમ જિલ્લામાંથી ૨૨ જુગારીઓને ૫.૫૩ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.પાટણ એલસીબી ટીમ અને એસઓજી ટીમને બાતમી મળી હતી કે પાટણ-સિદ્ધપુર હાઇવે પર રૂની પાસે આવેલા નરેશ વિલા નામના ફાર્મ હાઉસ નજીક દક્ષેશ અમરતભાઇ પટેલ (રહે.

પાર્થ બંગ્લોઝ, અંબાજી નેળિયા)ના તબેલા ઉપર આવેલી ઓરડીએ જુગાર જામ્યો છે. જેના આધારે રેડ કરતાં જુગાર રમતા દક્ષેશ અમરતલાલ પટેલ (રહે. પાર્થ બંગ્લોઝ, પાટણ, મૂળ રહે. ખોરસમ, તા. ચાણસ્મા), ગોવિંદ વિષ્ણુભાઇ વૈષ્ણવ (રહે. મુનીજી સોસાયટી મ.નં-૦૩, અંબાજી નેળિયુ પાટણ), દિપન વિનોદભાઇ પટેલ રહે. (ખીમીયાણા, તા.પાટણ), પલ્કેશ મહેન્દ્રભાઇ પટેલ (રહે. ૧૮, મુનીજી બંગ્લોઝ, પાટણ), હિતેન્દ્ર અમરતલાલ પટેલ (રહે. રૂની, તા. પાટણ), હસમુખ હઠીસિંહ રાજપુત (રહે. દાંતકોરડી, તા.ચાણસ્મા, હાલ રહે. એપોલો ગ્રીન સોસાયટી, પાટણ), રાકેશ ભગવાનભાઇ પટેલ (રહે.સેવન નાઇન વીલા, પાટણ), નરેશ ખોડીદાસ પટેલ (રહે. રૂની, તા. પાટણ) અને રજની બાબુભાઇ પટેલ (રહે. રૂની, )ને રોકડ રકમ રૂ.૧,૧૪,૯૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કી.રૂ.૫,૧૯,૯૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી તમામ વિરુદ્ધ બાલીસણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવી તપાસ બાલીસણા પોલીસને સોપવામાં આવી છે.

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામેથી છ જુગારીયાઓ અને શંખેશ્વર તાલુકાના ઓરૂમણા ગામેથી સાત જુગારીયા મળી પોલીસે કુલ ૧૩ જુગારિયાઓને શ્રાવણીયો જુગાર રમતા ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ એલસીબી પોલીસે બાતમીના આધારે સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામે સબ સ્ટેશનની પાછળ ઉગમણી પાર્ટી નામે ઓળખાતા આંટામાં રેડ કરતાં જુગાર રમતા અજમલજી હાથીજી ઠાકોર, મનુરજી ગણેશજી ઠાકોર, કપુરજી પ્રતાપજી ઠાકોર, મનુજી સોમાજી ઠાકોર, બાસ્કુજી કેશાજી ઠાકોર (તમામ પાંચેય રહે.સાંપ્રા, આથમણી પાર્ટી તા.સરસ્વતી) અને ઉદાજી દિવાનજી ઠાકોર (રહે. વામૈયા, તા.સરસ્વતી)ને રોકડ રકમ રૂ.૨૧,૧૯૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. આ ઉપરાંત શંખેશ્વર પોલીસે બાતમીના આધારે ઓરૂમણા ગામે રાવળવાસમાં રાવળ વિષ્ણુભાઇ સોનાભાઇ શંકરભાઇ ના ઘરની બહારના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાથી રેડ કરી હતી જ્યાંથી વિષ્ણુભાઇ સોનાભાઇ રાવળ, જીવણભાઇ મફાભાઇ ઠાકોર, રમેશભાઇ સુરાભાઇ ભરવાડ, ગણેશભાઇ રામાભાઇ રાવળ, શંકરભાઇ કુબેરભાઇ વણકર, પ્રવિણભાઇ ઇશ્વરભાઇ રાવળ અને લાલાભાઇ ચેહરાભાઇ રાવળ (તમામ રહે.ઓરૂમણા, તા.શંખેશ્વર)ને રોકડ રકમ રૂ.૧૨,૪૬૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

 

Exit mobile version