Site icon Shri Nutan Saurashtra

Vapi: કિશોરીને ગર્ભવતી બનાવનાર વિધર્મીને ૨૦ વર્ષની સજા અને બે લાખ રૂપિયાનો દંડ

વર્ષ ૨૦૨૦ માં બનેલા ગુનાનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

Vapi,તા.૨૪

વાપીના છીરી વિસ્તારમાં રહેતી તરુણીનું વર્ષ ૨૦૨૦ માં અપહરણ અને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવાના ગુનામાં વિધર્મી આરોપીને વાપી એડિશનલ સેશન્સ કોર્ટે ૨૦ વર્ષની સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકારતો ચુકાદો આપ્યો છે. આરોપીએ તરુણી સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કર્યા બાદ અવારનવાર એકાંત સ્થળોએ લઈ જઈ શારીરિક શોષણ કર્યું હતું.વાપીના છીરી વિસ્તારમાં રહેતા પરિવારની ૧૬ વર્ષીય કિશોરી ગત ૪ જૂન, ૨૦૨૦ ના દિવસે ખમણ લેવા જવાનું કહી નીકળી હતી. ત્યારબાદ ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયા બાદ પરિવારજનોએ ભારે શોખધોળ કરતાં કોઈ ભાળ ન મળતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શોધખોળ દરમિયાન કામિની અને ડુંગરા વિસ્તારમાં રહેતાં સૈફ ઈમરાન મિરઝાને શોધી કાઢયો હતો.

પોલીસની સઘન પૂછપરછમાં આરોપી સૈફ મિરઝાએ કબુલ્યું કે કિશોરી સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કર્યા બાદ શાળા તથા અન્ય સ્થળોએ તેણીને મળતો હતો. આ દરમિયાન સૈફે કામવાસનામાં ચકચુર બની એકાંત સ્થળોએ લઈ જઈ ત્રણથી ચાર વખત શારિરિક શોષણ કર્યું હતું. મેડિકલ ચેકઅપ દરમિયાન કામિની ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બળાત્કાર સહિતની કલમ ઉમેરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

વાપી એડિશનલ સેશન્સ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન ડી.જી.પી. અનિલ ત્રિપાઠીએ પીડિતા સહિતના લોકોની જુબાની અને પુરાવા સાથે અનેક પાસાઓ સહિત દલીલો કરી હતી. કોર્ટના ન્યાયમૂર્તિ તરૂણ આહુજાએ દલીલો ગ્રાહ્ય રાખી આરોપી સૈફ મિરઝાને દોષી ઠેરવી ૨૦ વર્ષની કેદની સજા અને ૨ લાખ રૂપિયાનો દંડ ફટકારતો મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. દંડની રકમ નહીં ભરે તો આરોપીને વધુ બે વર્ષની સજાની જોગવાઇ કરવામાં છે.

 

Exit mobile version