Site icon Shri Nutan Saurashtra

Morbi પહોંચે તે પૂર્વે માલવણ પાસેથી ૨.૩૧ લાખનો શરાબ પકડાયો

એસએમસીએ આ દરોડો પાડી વાહન અને ૮૦૪ બોટલ દારૂ મળી ૧૨.૩૭ લાખના મુદામાલ સાથે બે શખ્સની ધરપકડ કરી

Morbi,તા.૫

સુરેન્દ્રનગર-અમદાવાદ ધોરીમાર્ગ પર આવેલ માલવણ ચોકડી નજીક કારમાંથી રૂા.૨.૩૧ લાખની કિંમતનો ૮૦૪ બોટલ વિદેશી દારૂ સાથે ચાલક સહિત બે શખ્સની ધરપકડ કરી રૂા.૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે કરી મોરબીના બુટલેગર સહિત ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

વધુ વિગત મુજબ રાજ્યના ફરી બુટલેગરો સક્રિય થયા હોવાની એસએમસીના અધિકારી નિર્લિપ્તરાયને મળેલી માહિતીના આધારે સ્ટાફને સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગ હાથ ધરવા આપેલી સુચનાને પગલે એ.વી.પટેલ સહિતનો સ્ટાફ સુરેન્દ્રનગર પંથકમાં પેટ્રોલીંગ કરી રહયા હતા ત્યારે એચ.આર.૬.એ.એસ.૭૮૭૯ નંબરની કારમાં રાજસ્થાન તરફથી વિદેશી દારૂ ભરીને આવી રહયાની મળેલી બામતીના આધારે માલવણ ચોકડી પાસે વોચ ગોઠવી હતી ત્યારે પુરપાટ ઝડપે આવતી ઉપરોક્ત નંબરની કારને અટકાવી તલાસી લેતા જેમાંથી રૂા.૨.૩૧ લાખની કિંમતનો ૮૦૪ બોટલ દારૂ સાથે રાજસ્થાનના લાલારામ ભીમારામ નાઈ અને રૂપારામ મેંગીલાલ ઝાટની ધરપકડ કરી રૂા.૧૨.૩૭ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. આ દારૂ મોકલનાર રાજસ્થાનના બે શખ્સો અને દારૂનો જથ્થો મંગાવનાર મોરબીનો શખ્સ મળી ૪ શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

Exit mobile version