Gondal માં સર્વેયરની કારમાંથી 2.24 લાખ રોકડા અને લેપટોપની ચોરી

 ચરખડીના યુવાન કાર પાર્ક કરી હોટલમાં જમવા ગયોને  કાચ ખુલ્લા રહી જતા બેગની ચોરી: પાટણવાવનો શખસ ઝડપાયો
Gondal,તા.૩૦
ગોંડલ તાલુકાના ચરખડી ગામે રહેતા અને ગોંડલમાં જમીન સર્વેની ઓફિસ ધરાવતા યુવાનની કારમાંથી રૂ.૨.૨૪ લાખ રોકડ અને લેપટોપ સાથેના બેગની કોઇ ચોરી કરી ગયા અંગે ગોંડલ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.યુવાન કારમાં બેગ રાખી લોજ જમવા જતા આ સમયે કારના કાચ ખુલ્લા રહી ગયા હોય બેગની ચોરી થઇ ગઇ હતી.આ અંગે પોલીસે તપાસ હાથ ધરી પાટણવવામાં રહેતા શખસને ઝડપી લઇ આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુબજ, ગોંડલ તાલુકાના ચરખડી ગામે રહેતા ભરત હરસુખભાઇ સખીયા(ઉઉવ ૩૦) દ્વારા ગોંડલ સિટી પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેને ગોંડલમાં કોર્ટની બાજુમાં સેફરોન કોમ્પલેકસમાં ચોથ માળે ૪૦૨ નંબરની શીવ સર્વે નામની ભાગીદારીમાં ઓફિસ છે.તેઓ જમીન માપણીનું કામ કરે છે.
ગત તા. ૧૮/૯ તેઓ પોતાની ઓફિસે હતા ત્યારે તેમને બપોરના સમયે જમીન માપણીના પેમેન્ટની રકમ આવી હોય જે તેમણે બેગમાં રાખી હતી.બાદમાં તેઓ આ બેગ કારમાં રાખી જમવા માટે ગયા હતાં.બપોરના ૧:૪૫ ના તે ગોંડલમાં આવેલી બાપાસીતારમા લોજમાં જમવા માટે ગયા હતાં.ત્યારે કાર અહીં લોજ પાસે પાર્ક કરી હતી.અને તેમા જ બેગ રાખી હતી.બાદમાં ૨:૧૦ વાગ્યે તે જમીને કાર પાસે જતા કારના કાચ ખુલ્લા રહી ગયાનું ધ્યાન ગયું હતું.બાદમાં તેઓ અલ્ટો કાર લઇ જેતપુર તફર જવા રવાના થતા ઓચિંતા બેગ તરફ ધ્યાન જતા બેગ જોવા મળ્યું ન હતું જેથી પરત જયા લોજમાં જમવા ગયા હતા ત્યાં જઇ તપાસ કરી હતી.પણ બેગનો કોઇ પતો લાગ્યો ન હતો.જેથી રૂ.૨.૨૪ લાખની રોકડ અને રૂ.૧૦ હજારની કિંમતના લેપટોપ કુલ રૂ.૨.૩૪ લાખની મત્તા સાથેના બેગની ચોરી થયા અંગે આ ફરિયાદ નોંધવી હતી.
ચોરીના આ બનાવને લઇ ગોંડલ સિટી પોલીસે તપાસ હાથ ધરી સીસીટીવી ફૂટેજના તેમજ હ્યુહન સોર્સના આધારે આ ચોરી પ્રકરણમાં ધોરાજીના પાટણવાવમાં રહેતા અનીલ રૂડાભાઇ સોલંકીને ઝડપી લઇ ચોરીના આ બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો.પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ અને લેપટોપ કબજે કરવા તપાસ હાથ ધરી છે.

Leave a Comment