Site icon Shri Nutan Saurashtra

Jamnagar માં ત્રણ સ્થળે જુગારના દરોડામાં 14 શકુની ઝડપાયા

રણજિત ટ્રાન્સપોર્ટ, મારવાડીવાસ,જી.આઈ. ડી.સી નજીક દરોડામાં 41,740નો મુદ્દા માલ કબ્જે

Jamnagar,તા.૨૦
  જામનગર જિલ્લામાં જુગાર ધામના પાટલા મંડાયા હોઈ ત્યારે ત્રણ જગ્યાએ શ્રાવણીય જુગાર ધામ પર પોલીસે દરોડો પાડી 41,740ના મુદ્દા માલ સાથે 14 શકુનીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
   બનાવની પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા પોલીસ એસ.પી. પ્રેમસુખ ડેલુએ દારૂ અને જુગારની બદી ડામી દેવા કડક સૂચનના પગલે બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે મારવાડી વાસ પાણીના ટાંકા પાસે જુગાર ચાલતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડી જીગર મુકેશ વાદી, દુદા માલા સોલંકી, વિકી વસંત ચોરસિયા, વિજય જયંતિ વાદી, કલ્પેશ મેસણ સોલંકી અને કરણ ઉર્ફે ભોપો કાંતિભાઈ વાદીની ધરપકડ કરી જુગારના પટ માંથી 11,600ના મુદ્દા માલ કબ્જે કર્યો હતો. જયારે બીજા બનાવમાં રણજિત ટ્રાન્સપોર્ટ નજીક આવેલ કેબીન પાસે જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે દરોડો પાડી નફિસ અયુબ ખાન, મુન્ના સાહબ ખાન, દિલસાદ મુસ્તાક પઠાણ અને વસીમ પીરગુલામની ધરપકડ કરી 19,700નો મુદ્દા માલ કબ્જે કર્યો હતો. જ્યારે અન્ય બનાવમાં ગુજરી બજાર નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે દરોડો પાડી મુનેસ ઉર્ફે મોનુ સોનુ વસોકલા, ઇન્દરસિંહ દીતીયાભાઈ દેહદિયા, નાનકા મંગુસીંગ દેહદિયા અને ગુડુ વેસ્તાભાઈ મસાનિયાની ધરપકડ કરી જુગારના પટ માંથી રૂ.10,440નો મુદ્દા માલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Exit mobile version